મોરબી : મોરબી તાલુકામાં કેનાલ રોડ પર કાર હડફેટે બાઈકચાલકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ગઈકાલે તા. 23ના રોજ મોરબીમાં કેનાલ રોડ પર પંચાસર તથા નાની વાવડી ગામ વચ્ચે કાળા કલરની ફોર વ્હીલ કારના ચાલકે કારને પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આ કામના ફરીયાદી મન્સારામભાઈ નથુરામભાઈ વિશ્વકર્માના દિકરા મનીશના મોટર સાઈકલ બજાજ પ્લેટીના જેના રજી. નં. જીજે-૦૩-સીજે-૩૦૩૮ સાથે સામેથી ભટકાડી મનીશભાઈના ડાબા પગમાં તથા શરીરે નાની-મોટી ઈજા થઇ હતી. તેમજ ફરીયાદીના સંબંધી રાકેશભાઈને માથાના ભાગે, નાકમાં તથા કાનમાં ગંભીર જીવલેણ ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આરોપી કાર લઈને નાશી ગયો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં પોલીસે આરોપીની શોધખોળ આદરી છે.