મૃતકના પુત્રએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે કાર હડફેટે બાઈક ચાલક આધેડનું મોત નીપજ્યું હતું.આ બનવ અંગે મૃતકના પુત્રએ કાર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના ગોર ખીજડીયા ગામના રહેવાસી ભુદરભાઇ લાલજીભાઇ મોરડીયા (ઉવ-પ૭) ગઈકાલે તા.૧ ના રોજ હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર-GJ-03-FE-5335 ઉપર અમેરલી ગામની સીમ મોરબી બાયપાસ રોડ ગોર ખીજડીયા ગામ તરફના જવાના જુના રસ્તા વાળી ચોકડીએ પસાર થઈ રહ્યા હતા.ત્યારે કાર નંબર-GJ-36-B-6311 નો ચાલકે પોતાની ગાડી પુરપાટે ચાલવી આધેડને બાઈક સાથે હડફેટે લઇ વાહન અકસ્માત કરી રોડ ઉપર ફંગોળી દેતા આ બાઈક ચાલક આધેડને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર પીન્ટુભાઇ ભુદરભાઇ મોરડીયાએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.