મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર આજે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના ઘૂંટુ રોડ ઉપર સોના સિરામિક પાસે આજે સવારના સમયે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર વૈભવભાઈ ઉર્ફે કેયુર દલસુખભાઈ દલસાણીયા ઉ.વ. 31 રહે. તા.વંથલી હાલ લક્ષ્મીનંદન સોસાયટી, ત્રાજપર ચાર રસ્તા પાસે, મોરબીવાળાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ રોડ ઉપર સિરામિક ફેકટરીઓ આવેલ હોય, ટ્રક સહિતના હેવી વાહનો પુરપાટ માતેલા સાંઢની માફક દોડતા હોય, અવારનવાર અકસ્માતો સર્જાયા કરે છે.