મોરબી : માળીયા - કચ્છ હાઇવે ઉપર માધવ હોટલ નજીક ટ્રક ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા આ અકસ્માતમાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કચ્છ - માળીયા હાઇવે ઉપર બાઈક લઈને જઈ રહેલા માળીયાના રહેવાસી યુસુફભાઇ હારૂનભાઇ મોવરને ટ્રક નં GJ-12-Z-9520ના ચાલકે હડફેટે લેતા યુસુફભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતક યુસુફભાઈના ભાઈ સુલતાનભાઇ હારૂનભાઇ મોવર, રહે. માળીયા મીંયાણા પોલી વાઢ, હાલ રહે મોરબી નીધીપાર્ક રણછોડનગરની બાજુમા નવલખી રોડ વાળાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.