મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસિયા નજીક સીરામીક ફેકટરીમાં મજૂરી કામ કરતો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ડિવાઈડર સાથે બાઈક અથડાતા મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલ એક મહિલા અને બાળકીને ઇજા પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બાઈક લઈને જઈ રહેલા મુકેશભાઈ રડુભાઈ ભીતવાલ નામના શ્રમિકે બેફિકરાઈથી મોટર સાયકલ હંકારી રોડ ક્રોસ કરવા જતાં બાઈક ડિવાઈડર સાથે અથડાતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલા શીલાબેન નરેન્દ્રભાઈ બુંદેલા અને તેમની પુત્રી નેના ઉ.વ.૧૩ને ઇજાઓ પહોંચતા સારવારમાં દાખલ કરાયા હતા. આ ઘટના અંગે શિલાબેનની ફરિયાદને આધારે પોલીસે મૃતક બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..