મોરબી : મોરબીના ભરતનગર નજીક ટ્રક કન્ટેનર નંબર GJ-12-BV-8875ના ચાલકે રોડ ઉપર કોઈપણ જાતના સંકેત આપ્યા વગર પોતાનો ટ્રક અચાનક વાળી લેતા એફઝેડ બાઈક ચાલક ધ્રુવભાઇ રમેશભાઈ રંગપડીયાને ઇજાઓ પહોંચતા આ બનાવ અંગે ધ્રુવભાઈના સગા પ્રકાશભાઈ દેવરાજભાઈ અઘારા ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.