મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર ગઇકાલે બપોરના સમયે ફરિયાદી મોહનભાઇ અજાભાઈ મકવાણા ઉ.65 રહે.જવાહર સોસાયટી, ભડિયાદ, મોરબી વાળા પોતાનું જીજે - 36 - એએન - 1537 નંબરનું બાઈક લઈ લાલપર જતા હતા ત્યારે ઓમકાર પેટ્રોલપંપ નજીક જીજે - 27 - વી - 3739 નંબરના ટ્રક ચાલક આરોપી સલીમ અહેમદ રફીક અહેમદ રહે.હાલ ગાંધીધામ કચ્છ વાળાએ બાઇકને પાછળથી ઠોકર મારી ફરિયાદીને કમરના ભાગે ઇજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.