હળવદ : માળીયા-હળવદ હાઇવે પર કાર હડફેટે બાઇકચાલકને ઇજા થતા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ગત તા. 4ના રોજ સવારના સાડા નવેક વાગ્યાના સુમારે હળવદ-માળીયા હાઇવે ઉપર કંસારી હનુમાનજીના મંદીર સામે ફોરવીલ ક્રેટા ગાડી નંબર જી.જે.૩૧.એન-૦૫૬૦ના ચાલકે કાર ગફલતભરી રીતે ચલાવી ફરીયાદી મનસુખભાઇ રામજીભાઇ કાવરના દિકરા જયદીપ (ઉ.વ.૨૭)ના પેશન મો.સા. જી.જે.૩૬.એ.૦૧૦૪ વાળા સાથે પાછળથી આવી ભટકાડી દીધી હતી. આથી, જયદીપને જમણા પગમા ફેકચરની ગંભીર ઇજા થઇ હતી. હાલમાં પોલીસે કારચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.