હળવદ : હળવદ - ધ્રાંગધ્રા હાઇવે પર વસંતપાર્કમાં ગેઇટ પાસે ગત તા.5ના રોજ સવારના સમયે જીજે - 36 - એસી - 8376 નંબરના કાર ચાલકે પુરપાટ ઝડપે પોતાની કાર હંકારી જીજે - 36 - એકે - 8831 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ફરિયાદી પ્રવીણભાઈ સુખદેવભાઈ હડિયલ ઉ.32 રહે.અનમોલ સોસાયટી, હળવદ વાળાઓને હડફેટે લઈ હાથ, પગ તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચાડતા અકસ્માતના આ બનાવ અંગે હળવદ પોલીસે મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.