વાંકાનેર : વાંકાનેર - ચોટીલા નેશનલ હાઇવે પર ગત તા.12ના રોજ વાંકાનેરના લાલપર ગામના રહેવાસી વાલાભાઈ કરમણભાઇ ઝાપડા પોતાનું જીજે 36 એએસ 5281 નંબરનું મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે કેરાળા ગામના પાટિયા પાસે જીજે - 12 - એફએ - 8726 નંબરના કાર ચાલકે પાછળથી ઠોકર મારી પછાડી દેતા માથામાં, મણકામાં, પાસળીમાં તેમજ નાકના ભાગે ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.