ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના હરબટિયાળી ગામની ચોકડી પાસે જીજે -36 - એજે - 5352 નંબરની ઇનોવા કારના ચાલકે જીજે - 03 - એચસી - 1261 નંબરના બાઈક ચાલક રમેશભાઈ ચકુભાઈ હાપલીયા રહે.જીવાપર વાળાને હડફેટે લઈ પગના પંજામાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચાડતા ટંકારા પોલીસ મથકમાં ઇનોવા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.