મોરબી : મોરબી - રાજકોટ હાઇવે પર નવી મેડિકલ કોલેજ સામે ગઈકાલે બપોરના સમયે સફેદ કલરની ક્રેટા કારના ચાલકે પુરપાટ ઝડપે પોતાની કાર હંકારી જીજે - 36 - એએન - 4548 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ફરિયાદી રાહુલભાઈ ગોપાલભાઈ ચુડાસમા ઉ.31 રહે.નાની વાવડી,મોરબી વાળાને હડફેટે લઈ ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી તેમજ બાઈક પાછળ બેઠેલા મયુરભાઈને પણ જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર કરી નાખ્યુ હતું.અકસ્માત બાદ ક્રેટા ચાલક નાસી જતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.