ટંકારા : ટંકારાના હરિપર - ભૂતકોટડા ગામે અજાણ્યા કાર ચાલકે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહી લુહાણ થઈ ગયા હતા. તેઓને તાત્કાલિક 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.