હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામથી કડીયાણા ગામ વચ્ચે ગત તા.31 માર્ચના રોજ સવારના સમયે જીજે - 12 - બીએક્સ - 0997 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે જીજે - 36 - પી - 0398 નંબરનું બાઈક લઈ જઈ રહેલા ફરિયાદી મેરુભાઈ અમરસીભાઈ પંચાસરા ઉ.50ને હડફેટે લઈ અકસ્માત સર્જતાં મેરુભાઈને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ અંગે હળવદ પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.