મોરબી : મોરબી - જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ નજીક જીજે - 36 - યુ - 8878 નંબરની રીક્ષાના ચાલકે મધુપુર ગામ તરફ જઈ રહેલા છગનભાઇ બાબુભાઇ ઉપસરિયા નામના યુવાનના બાઇકને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જતાં છગનભાઈના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. અકસ્માત બાદ રીક્ષા ચાલક નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.