મોરબી : મોરબી તાલુકાના પંચાસરથી અમરાપર જતા રોડ ઉપર મેલડી માતાજીના મંદિર નજીક જીજે - 36 - એજે - 1892 નંબરના કાર ચાલકે પુરપાટ ઝડપે પોતાનું વાહન હંકારી સામેથી આવતા જીજે - 36 - પી - 3293 નંબરના બાઈક ચાલક સાગરભાઈ ધરમશીભાઈ ગરચર રહે.અમરાપર વાળાને હડફેટે લઈ ઇજા પહોંચાડતા અકસ્માતના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.