હળવદ : હળવદ - ધ્રાંગધ્રા હાઇવે પર જનતા હોટલ સામે ગત તા.28 ડિસેમ્બર 2025ના રોજ જીજે - 36 - કયું - 9059 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ફરિયાદી સંજયભાઈ ધીરુભાઈ રાઠોડ રહે.રુદ્ર પાર્ક, હળવદ વાળાને જીજે - 36 - એજે-9229 નંબરની કારના ચાલક હસમુખભાઈ મહાદેવભાઈ રાઠોડ રહે.ચરાડવા વાળાએ બેફિકરાઈથી પોતાની કાર ચલાવી અકસ્માત સર્જી ફરિયાદીને હાથમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.