વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે પર ગત તા.14જુનના રોજ વાંકાનેરથી શેખરડી ગામ તરફ આરજે - 23 - બીકે - 9038 નંબરનું બાઈક લઈને કડીયા કામ કરવા જઈ રહેલા મૂળ રાજસ્થાનના વતની અજયકુમાર મધુરામ વર્મા ઉ.30 નામના યુવકે પોતાનું બાઈક પુરઝડપે ચલાવી ચંદ્રપુર દરગાહ નજીક રોડની સેફટી ગ્રીલ સાથે બાઈક અથડાવતા પગમાં તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.