હળવદ : હળવદના વેગડવાવ રોડ પર ગુરુવારની મોડી સાંજે બાઈક પર જઈ રહેલાં પ્રૌઢને ઓચિંતા રોડ પર ખુટીયો આડો ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નવા ઇસનપુર ગામના બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા રમેશભાઈ દેવજીભાઈ વાણંદ (ઉ. વ. 55) ગત તારીખ 29-1-2025ની રાત્રિના આઠેક વાગ્યે વેગડવાવ રોડ પરથી બાઇક લઇ પસાર થઈ રહ્યા હતા. ત્યારે ભવાનીનગર ઢોરા પાસે ઓચિંતા રોડ પર ખુંટીયો આડે ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક રમેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર કારગત ન નીવડતા આખરે તેઓનું મોત નિપજ્યું છે.