મોરબી : મોરબી શહેર નજીક રવિરાજ ચોકડી પાસે ગત તા.7 ઓગસ્ટના રોજ રાત્રીના સમયે જીજે - 36 - એક્સ - 3131 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે બાઈક નંબર જીજે - 36 - એએમ - 7422 લઈને જઈ રહેલા ખોડીદાસભાઈ ચંદુભાઈ ચૌધરીને પાછળથી ઠોકર મારી હડફેટે લઈ અકસ્માત સર્જતાં ગંભીર ઇજાઓ થતા ખોડીદાસભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈ વિજયભાઈ ચંદુભાઈ ચૌધરી રહે.લાયન્સનગર શનાળા, મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.