મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા ગામ નજીક ટ્રક ટ્રેઇલર ચાલકે બાઈક ચાલકને હડફેટે લઈ ટાયરના ઝોટા હેઠળ કચડી નાખતા મૂળ અમરેલી જિલ્લાના ધારી પંથકના યુવાનને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના વાવડી રોડ ઉપર સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા એન્ડ કોમ્પ્યુટર પ્રિન્ટરનું રીપેરીંગ કામ કરતા મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સરસિયા ગામના વતની ધર્મેશભાઈ ભુપતભાઇ ચારોલીયા ગત તા.3 જુલાઈના રોજ પોતાનું જીજે - 14 - એક્યુ - 1616 નંબરનું મોટર સાયકલ લઈ જતા હતા ત્યારે નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા ગામ નજીક જીજે - 12 - બીઝેડ - 2151 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લઈ પાછળના ઝોટા હેઠળ કચડી નાખતા ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તા.4ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકન નાના ભાઈ ઘનશ્યામભાઈ ચારોલિયાની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.