મોરબી : મોરબી તાલુકાના મકનસર આઉટ પોસ્ટ પોલીસ મથક હેઠળ આવતા સરતાનપર રોડ પર ગઈકાલે સવારે અગિયારેક વાગ્યાના અરસામાં બાઈક લઈને જતા યુવાનને ટ્રક ચાલકે સામેથી ઠોકર મારી અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં મોરબીના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીથી સરતાનપર તરફ બાઈક નંબર જીજે - 36 - એએસ - 3728 પર જઈ રહેલા કુલદીપસિંહ લાલુભા જાડેજા રહે.ગાયત્રી નગર, કુબેરનગર, મોરબી વાળા જતા હતા ત્યારે મિલેનિયમ સિરામિક ફેકટરી નજીક જીજે - 10 - એક્સ - 7527 નંબરના ટ્રક ચાલકે સામેથી બાઇકને ટક્કર મારતા કુલદીપસિંહને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.