મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર પ્રેમજીનગર નજીક ગત તા.6ના રોજ જીજે - 36 - એએસ - 8758 નંબરનું બાઈક લઈને જઇ રહેલા મુકેશભાઈ વાઘજીભાઈ સોલંકી ઉ.43ને જીજે - 36 - એક્સ - 5006 નંબરના ટ્રક ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં મુકેશભાઈનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મૃતકના નાનાભાઈ કિશોરભાઈ વાઘજીભાઈ સોલંકી રહે.ધરમનગર, ગાંધીગ્રામ, રાજકોટ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.