મોરબી : જામનગર - પીપળીયા હાઇવે પર મોડપર નજીક બ્રિજ પાસે આરજે - 19 - જીજે - 8697 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવી જીજે - 04 - બીએલ - 9991 નંબરના બાઈક પર જઇ રહેલા મૂળ ઉત્તરપ્રદેશના વતની વિકાસ શર્માને હડફેટે લેતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મૃતકના કાકા રાહુલ પ્રમોદભાઈ શર્મા રહે.હાલ અમદાવાદ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.