હળવદ : હળવદ તાલુકાના શિવપુરથી ચેપાકુંવા રોડ પર ગત તા.14મા રોજ જીજે - 36 - ટી - 1477 નંબરની સ્કોર્પિયો કારના ચાલકે જીજે - 36 - એચ - 9116 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મેહુલભાઈ રમેશભાઈ દંતેસરિયાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મેહુલભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના ભાઈ કિશનભાઈ રમેશભાઈ દંતેસરિયા રહે.જામસર તા.વાંકાનેર વાળાએ સ્કોર્પિયો કારના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.