ડમ્પર રેઢું મૂકી ડ્રાઈવર ફરાર વાંકાનેર : મોરબી-વાંકાનેર હાઇવે પર ડમ્પરચાલકે ટર્ન લેતી વખતે હડફેટે લેતા બાઈકચાલકનું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ડમ્પર રેઢું મૂકી ડ્રાઈવર ફરાર થઇ ગયો હતો. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ગત તા.3 ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં મોરબી-વાંકાનેર હાઇવે પર સનબીમ સીરામીક કારખાનાની સામે ડમ્પર રજી.નં.જીજે-૩૬-વી-૫૯૫૨ ના ચાલકે પોતાનું ડમ્પર બેફીકરાઇ અને ગફલતભરી રીતે વધુ સ્પીડમાં અચાનક ડીવાઇડર બ્રેકમાંથી ટર્ન લેતા કમલેશભાઈના મોટર સાયકલ રજી.નં.જીજે-૩૬-કયુ-૬૪૮૪ ને હડફેટે લઇ માથામાં, કપાળમાં તથા દાઢીના ભાગે તથા બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચવાથી તેનું મૃત્યુ થયું હતું. ડમ્પરચાલક પોતાનું વાહન મુકી નાશી ગયો હતો. હાલમાં પોલીસે મૃતકના પિતાની ફરિયાદ નોંધી ડમ્પરચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..