ટંકારા : ટંકારા તાલુકાના ઘુનડા ખાનપરથી રસનાળ જવાના રોડ પર ગત તા.5 જુનના રોજ સાંજના સમયે જીજે - 03 - એનએફ - 7975 નંબરના કાર ચાલકે પુરપાટ ઝડપે પોતાની કાર હંકારી જીજે - 10 - સીડી - 6153 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ઉમેશભાઈ ભગવાનજીભાઈ વડગામાં રહે.રસનાળ તા.જોડિયા વાળાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા ઉમેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મૃતકના મોટાભાઈ રાજેશભાઇ વડગામાંએ કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.