વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાકડધાર ગામ પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલા બાઈક ચાલક મહેશભાઈ ઘનશ્યામભાઈ ઉર્ફે ઘનાભાઈ અણિયારા ઉ.21 નામના યુવકને બિયર ટીન એક કિંમત રૂપિયા 240 સાથે ઝડપી લઈ જીજે - 36 - એડી - 3778 નંબરનું બાઈક કિંમત રૂપિયા 40 હજાર સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.