ટંકારા : ટંકારાના ઉગમણા નાકા વિસ્તારમાંથી બાઇકની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. વિશાલભાઈ મકવાણા નામના અરજદારે ટંકારા પોલીસને કરેલી અરજીમાં જણાવ્યું છે કે ગત તા.25ના રાત્રીના સમયે તેઓનું જીજે 36 એએમ 0528 નંબરનું બાઇક ચોરાઈ ગયું છે. જે મામલે ધોરણસરની કાર્યવાહી કરવા અરજીમાં જણાવાયુ છે.