મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલ ન્યુ રેલ્વે કોલોની વિસ્તારમાં બાઈકની ચોરી થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર આવેલ ન્યુ રેલ્વે કોલોનીમાં મફતિયાપરામાં રહેતા શાહરૂખભાઈ રફીકભાઈ પઠાણ (ઉ.વ. 26)એ સ્પ્લેન્ડર પોતાના ઘર પાસે પાર્ક કરેલ હતું. તે બાઈક અજાણ્યો ઈસમ ચોરી ગયો હતો. હાલમાં પોલીસે બાઈક ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.