મકનસરથી રફાળેશ્વર વચ્ચે હાઇવે પર કરાયેલા સ્ટંટના વિડીયો વાયરલમોરબી : મોરબીમાં બાઇક સ્ટંટ બાજો ફરી સક્રિય થયા છે. મકનસરથી રફાળેશ્વર વચ્ચે હાઇવે પર કરાયેલા સ્ટંટના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ત્યારે પોલીસ દ્વારા આ અંગે ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર નેશનલ હાઇવે પર મકનસરથી રફાળેશ્વર વચ્ચે કેટલાક બાઈકચાલકો રોડ ઉપર સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. જાગૃત નાગરિક દ્વારા આ સ્ટંટબાજોનો વિડીયો કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મોરબી શહેરમાં પણ રાત્રીના સમયે બાઈકચાલકો સ્ટંટ કરતા હોવાની ઘટનાઓ બની રહી છે. આવી પ્રવૃત્તિ હવે વધી રહી છે. પોલીસ આવા તત્વોને પકડવા ખાસ ડ્રાઇવ ગોઠવે તે જરૂરી બન્યું છે.