મોરબી : મોરબી શહેરમાં વાહન ચોરીના બનાવો અવિરત બની રહ્યા છે જેમા નટરાજ ફાટક નજીક શક્તિ ચેમ્બર પાસેથી કલરકામ કરતા ફરિયાદી ચરણસિંહ ગંભીરસિંહ પાલ રહે.ઇન્દિરાનગર, મોરબી મૂળ રહે.મધ્યપ્રદેશ વાળાનું 20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.