વાંકાનેર : વાંકાનેર તાલુકના માટેલ ગામે અમરધામ મંદિર પાસે આવેલ પ્રયાગ કોમ્પ્લેક્સમાથી ગત તા.24ના રોજ ફરિયાદી પંકજભાઈ વસરામભાઈ ગાંભવા ઉ.38 રહે.રવાપર રોડ, મોરબી વાળાનું રૂપિયા 25 હજારની કિંમતનું મોટર સાયકલ કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.