વાંકાનેર : વાંકાનેરમાં બાઈક ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી સુખદેવભા વિહાભા ગઢવી (ઉ.વ. 24, ધંધો-ડ્રાઈવીંગ તથા માલઢોર, રહે-ગામ- બાવળી, તા.ધ્રાંગધ્રા, જી.સુરેન્દ્રનગર)નુ મો.સા.પલ્સર રજી.નં.GJ-22-E-7818 વાંકાનેરમાં સાવનભાઈ સુરેશભાઈ સાકરીયાએ ગત તા. 12/10/2020ના રોજ પોતાના ઘર પાસે હેન્ડલ લોક કર્યા વગર પાર્ક હતું. ત્યારે કોઈ ચોરી કરી લઈ ગયું હતું. આ બનાવમાં ચોરાયેલ બાઈક આર.ટી.ઓ.માં ફરિયાદીના નામે થયેલ ના હોવાથી પોલીસમા જાણ કરેલ ના હતી. હવે ગઈકાલે ફરિયાદ નોંધાતા પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..