વાંકાનેર : વાંકાનેર શહેરમાં પુલ દરવાજા પાસે ટાઉનહોલ નજીકથી ગત તા.8 મે ના રોજ ફરિયાદી કાળુભાઇ મેરુભાઈ દેત્રોજા ઉ.60 રહે.રાજા વડલા ગામ વાળાનું જીજે - 03 - બીઆર - 3641 નંબરનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી જતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.