મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સુપરમાર્કેટના પાર્કિંગમાં ગેટ નંબર 1 પાસેથી કોઈ અજાણ્યો તસ્કર ફરિયાદી પાર્થભાઈ રમેશભાઈ સાવલિયા રહે.મહેન્દ્રનગર ચોકડી વાળાની માલિકીનું રૂપિયા 50 હજારની કિંમતનું બાઈક ગત તા.3 ઓક્ટોબરના રોજ ચોરી કરી લઈ જતા વાહન ચોરીના બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.