મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ ઓમ એન્જીનીયરીંગ કંપની પાસેથી ગત તા.15 ફેબ્રુઆરીના રોજ ગૌતમભાઈ વજુભાઇ વામજા ઉ.22 રહે.મચ્છોનગર,પાનેલી રોડ, રફાળેશ્વર વાળાની માલિકીનું જીજે -36 - એબી - 6066 નંબરનું રૂ.40 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી જતા અંદાજે ત્રણેક મહિના બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.