હળવદ : હળવદ તાલુકાના માથક ગામના પાદરમાં આવેલ પીજીવીસીએલ સબ સ્ટેશનના ગેટ પાસેથી ગત તા.2જુનના રોજ સાંજના સમયે અજાણ્યો તસ્કર ફરિયાદી પ્રવીણભાઈ ભુપતભાઇ ચૌહાણ ઉ.48 રહે.કોંઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાની માલિકીનું રૂ.15 હજારની કિંમતનું જીજે - 13 - ક્યુક્યુ - 9762 નંબરનું બાઈક ચોરી જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.