મોરબી : મોરબી શહેરની સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી પંચાસર રોડ ઉપર રાજનગરમાં રહેતા કર્મકાંડી ભુદેવ મનીષભાઈ પ્રહલાદભાઈ ભટ્ટની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા વાહન ચોરીના બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.