મોરબી : મોરબી શહેરની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ મિલનપાર્કમાંથી ફરિયાદી શૈલેશભાઇ ચતુરભાઈ ચીખલીયા રહે.સાનિધ્ય પાર્ક, મહેન્દ્રનગર વાળાની માલિકીનું રૂ.15 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર તા.9-7-2025ના રોજ ચોરી કરી જતા વાહન ચોરી અંગે સાત મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે.જો કે, સાત માસ બાદ અચાનક પોલીસ ફરિયાદ નોંધાતા વાહનચોર પકડાયો હોવાના અણસાર મળી રહ્યા છે.