હળવદ : હળવદ શહેરની મેઈન બજારમાં ભવાની મેડિકલ સામે આવેલ ફોનવાલે મોબાઇલની દુકાન પાસેથી ગત તા.4 ઓગસ્ટના રોજ હળવદ તાલુકાના પાંડાતીરથ ગામે રહેતા ફરિયાદી પ્રવીણભાઈ રતુભાઈ ઝીંઝુવાડિયા ઉ.42ની માલિકીનું જીજે -36 - બીએ - 4906 નંબરનું રૂપિયા 50 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.