મોરબી : મોરબી શહેરની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ મેળાના મેદાનમાંથી ગત તા.12 ઓગસ્ટના રોજ દીપેનભાઈ રમેશભાઈ વડાલીયા ઉ.34 રહે.લક્ષ્મી નારાયણ સોસાયટી, મોરબી વાળાની માલિકીનું રૂ.20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા વાહન ચોરીની ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.