મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર સુરજબાગ નજીક આવેલ બચુબાપાના ઢાબા પાસેથી ફરિયાદી નાનજીભાઈ જીવાભાઈ પરેસા રહે.નવલખી ફાટક પાસે વાળની માલિકીનું રૂ.40 હજારની કિંમતનું બાઈક તા.20ના રોજ કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.