મોરબી : મોરબી તાલુકાના બહાદુરગઢ ગામ નજીક પોલીસે બાઇકમાં રાખેલ વિદેશી દારૂની 17 બોટલો ઝડપી પાડી છે. જો કે, દરોડા દરમિયાન બે આરોપીઓ ફરાર થઇ જતા પોલીસે બન્ને આરોપીની શોધખોળ હાથ ધરી છે. મોરબી-માળીયા હાઇવે રોડ બહાદુરગઢ ગામના પાટીયા પાસે આરોપીઓ બાઈક નંબર GJ-36-Q-1102માં ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 50/50 બ્લુ વ્હીસ્કીની 750 મીલીની કાચની કંપની શીલપેક 17 બોટલો (કિ.રૂ. 5100) નો વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી કરતા હતા. રેઇડ દરમ્યાન પોલીસે અંગ્રેજી દારૂની બોટલો તથા બાઈક મળી કુલ રૂ. 20,100નો મુદામાલ ઝડપી પાડ્યો છે. તેમજ બાઇકચાલક તથા તેની પાછળ બેઠેલ ઇસમ નાશી જતા પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..