મોરબી : મોરબીના ઘૂટું રોડ ઉપર કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત તા. ૯ ના રોજ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ઘુટુ ગામથી થોડે આગળ હળવદ તરફ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વેરીટાસ સીરામીક મજુરની ઓરડી ઉચી માંડલ ગામની સીમ મોરબી ખાતે રહેતા હરેશભાઇ જામસીંગ ડામોર ઉવ.૩૦ નામના યુવાન હિરો સ્પ્લેન્ડર G J 36 -M - 4059 ઉપર પસાર થતા હતા. તે સમયે અર્ટીકા કાર નંબર G J 36 R 0980 નો ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર યુવાનને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની પત્ની સંગીતાબેન હરેશભાઇએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.