મોરબી : મોરબી નવા બસસ્ટેન્ડ સામે સરદાર પટેલના પુતળા પાસે ટ્રક ચાલકે બાઇકને ઠોકર મારતા ઘેરથી શાક માર્કેટ જઈ રહેલા બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર નવા બસસ્ટેન્ડ સામે સરદાર પટેલના પુતળા પાસે ગત તા.23ના રોજ ટ્રક નંબર જીજે - 25 - ટી - 5443 ના ચાલકે બાઈક લઈને શાક માર્કેટ તરફ જઈ રહેલા કિશોરભાઈ દેવરાજભાઈ ફેફરને પાછળથી હડફેટે લઈ રસ્તા ઉપર ઢસડી પાડી દેતા ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મૃતકના ભાઈ વિનોદભાઈ દેવરાજભાઈ ફેફરની ફરિયાદને આધારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.