મોરબી : મોરબી શહેરના વાવડી રોડ ઉપર નયારા પેટ્રોલપંપ નજીક જીજે - 36 - વી - 0973 નંબરના છોટા હાથી વાહનના ચાલકે આરજે - 21 - ડીએસ - 5721 નંબરના બાઈક ચાલક રાજેન્દ્રસિંહ ભાટી નામના યુવાનને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોચાડી મોતને ઘાટ ઉતારી નાસી જતા અકસ્માતની આ ઘટના અંગે મૃતકનાએ પિતરાઈ ભાઈ ઉમેદસિંહ લક્ષ્મણસિંહ ભાટી રહે.હાલ ટંકારા મૂળ રહે.નાગૌર રાજસ્થાન વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં છોટા હાથી વાહનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.