વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા નજીક ઇકો કાર ચાલકે ઓવરટેક કરતા સમયે બાઈક ચાલક ભીમજીભાઈ સવજીભાઈ સારલાને પાછળથી ઠોકર મારી દેતા ગંભીર ઇજાઓ સાથે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા અકસ્માત સર્જી નાસી ગયેલા ઇકો કાર નમ્બર જીજે - 36 - એસી - 6091 વાળા વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.