મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા નજીક સર્વિસ રોડ ઉપર કાળમુખા ટ્રક ચાલકે બાઈક ચાલક યુવાનને હડફેટે લઈ ટાયરનો જોટો ફેરવી દેતા યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પ્રેમજીનગરમાં રહેતો મહેશભાઈ બાબુભાઇ પીપળીયા ઉ.22 નામનો યુવાન પોતાનું યામાહા બાઈક લઈને જતો હતો ત્યારે વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા નજીક સર્વિસ રોડ ઉપર સામેથી આવતા જીજે - 36 - એએચ - 0441 નંબરના ટ્રક ચાલકે મહેશભાઈને હડફેટે લેતા મહેશભાઈ ટ્રકના જોટા હેઠળ કચડાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના ભાઈ કલ્પેશભાઈ બાબુભાઇ પીપળીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.