ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના મિતાણા ઓવરબ્રિજ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ - મોરબી હાઇવે ઉપર મિતાણા ઓવરબ્રિજ નજીક બાઈક ઉપર આવી રહેલા મૂળ નારણકા ( બાધી ) હાલ મોરબી રહેતા રમેશભાઈ પોપટભાઈ કાંજીયાને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ બાદ અજાણ્યો વાહન ચાલક નાસી જતા મૃતકના પુત્ર ધર્મેશભાઈ રમેશભાઈ કાંજીયાએ અકસ્માત સર્જાનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.